ત્રીજા પગાર પંચ પ્રશ્ન સહિતના એક ડઝન મુદ્દા અંગે આજે રાજકોટના ૩૫૦ સહિત દેશભરના ૭૦ હજારથી BSNL કર્મચારીઓ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ ઉપર ઉતરી જશે. યુનિયન આગેવાનોના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆતો – મંત્રણા છતાં સરકારે કોઇ ઉકેલ નહી લાવતા તમામ યુનિયનોએ એક સાથે હાકલ કરી હડતાલનું એલાન આપ્યું છે, આ હડતાલમાં રાજકોટ શહેર – જિલ્લાના ૩૫૦ ઉપરાંત ગુજરાતના ૬ હજાર સહિત દેશભરમાં ૭૦ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશે.