બેક્નોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેક્ન એકાઉન્ટને પણ ફ્રોડ ગણાવ્યું છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, રિલાયન્સ કમ્યુનિકેશન્સની ૧૦૦ ટકા સબ્સિડરી છે.
અનિલ અંબાણીને આ ઝટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે તેમના ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને NCLTએ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી છે. અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. જેને NCLTએ મંજૂરી આપી.