August 10, 2026
જીવનશૈલી

ભારતીય પરિવારોની બચત ઘટી રહી છે અને દેવું વધી રહ્યું, શું અમેરિકા જેવી મંદી આવશે ?

ભારતીય પરિવારોની બચત ઘટી રહી છે અને દેવું વધી રહ્યું છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે લોકો હવે સરકારી બેંકોમાંથી વધુ લોન લઈ રહ્યા છે. જૂન ૨૦૨૪ માં હોમ લોનમાં જાહેર ક્ષેત્રની બેંકોનો હિસ્‍સો ૨% હતો, જયારે ખાનગી બેંકોનો હિસ્‍સો માત્ર ૦.૯% હતો. શિક્ષણ લોનમાં પણ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે (ખાનગી બેંકો માટે ૨% વિરુદ્ધ ૩.૬%). જાહેર ક્ષેત્રની બેંકો ક્રેડિટ કાર્ડ લોન (૧૨%હિસ્‍સો) માં પ્રભુત્‍વ ધરાવે છે, જોકે ખાનગી બેંકોએ અન્‍ય છૂટક લોનમાં આગેવાની લીધી છે.

છેલ્લા દાયકામાં ઘરગથ્‍થુ દેવું GDP ના ૨૬% થી વધીને ૪૧.૯% (ડિસેમ્‍બર ૨૦૨૪) થયું છે. ઉપરાંત, ઘરેલુ બચત સતત ત્રીજા વર્ષે ઘટીને GDP ના ૧૮.૧% થઈ ગઈ, જે ૨૦૧૪-૧૫ (૩૨.ર%) કરતા નોંધપાત્ર રીતે ઓછી છે. કોરોના પછી આ વલણ વધુ ખતરનાક બની ગયું છે. ૨૦૨૩ માં ચોખ્‍ખી સ્‍થાનિક બચત ૪૭ વર્ષના નીચલા સ્‍તરે (GDP ના ૫.૩%) પહોંચી ગઈ.

વ્‍યક્‍તિગત લોન યાદીમાં ટોચ પર છેઃ

બેંકોની ૩૨.૭%લોન હવે વ્‍યક્‍તિગત લોનમાં છે, જે કૃષિ અને ઉઘોગ ક્ષેત્રો કરતા વધારે છે. ૨૦૧૩-૧૪ અને ૨૦૨૪-૨૫ વચ્‍ચે તે બમણું થયું.

વપરાશ લોનઃ

કુલ ઘરગથ્‍થુ લોનના ૫૪.૯%નોન-હાઉસિંગ રિટેલ લોન (ક્રેડિટ કાર્ડ, ગોલ્‍ડ લોન) છે, જે ફક્‍ત ખર્ચ માટે લેવામાં આવે છે.

બિન-આવશ્‍યક ઉધારઃ

લગ્ન, સ્‍વાસ્‍થ્‍ય અથવા બ્રાન્‍ડેડ વસ્‍તુઓ ખરીદવા માટે લોન લેતા લોકોની સંખ્‍યા ઝડપથી વધી છે.

પરિવારો કેમ ડૂબી રહ્યા છે?

૧. ફુગાવાનું દબાણઃ ખાદ્ય ચીજવસ્‍તુઓ, ખાસ કરીને તેલ (૧૭.૪%) અને ફળો (૧૩.૮%) ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.૨. આવકમાં કોઈ વધારો થયો નથીઃ ગ્રામીણ વિસ્‍તારોમાં વેતનમાં વધારો થયો (૬.૧%) પરંતુ શહેરી વિસ્‍તારોમાં આવક સ્‍થિર રહી. ૩. જીવનશૈલીમાં પરિવર્તનઃ ‘‘સારું જીવન જીવવાની” ઇચ્‍છામાં, લોકો ભવિષ્‍યની ચિંતા કર્યા વિના લોન લઈ રહ્યા છે.

શું આ આર્થિક તોફાનની ચેતવણી છે?                શું આ અમેરિકામાં આવેલ મંદી જેવું માહોલ બનવાની સ્થિતિ છે ?

Related posts

Summer Snack: ઠંડુ તરબૂચ-મકાઈનું સલાડ તમને હીટ સ્ટ્રોકથી બચાવશે, શરીર રહેશ ઠંડું….

Ahmedabad Samay

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

ઓટ્સથી લઈને મગફળી સુધી, વજન ઘટાડવા માટે પીવો આ 3 વેઈટ લોસ શેક, જાણો રેસિપી

Ahmedabad Samay

ચા સાથે ખાઈ શકે તેવી જલેબી પણ બને છે, જલેબીના શોખિન માટે ચોખાની જલેબીની આસાન છે રીત

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

ભૂલથી પણ આ 5 શાકભાજી ન ખાતા કાચા, પેટથી લઈને પાચન સુધીની સમસ્યાઓનો ખતરો વધી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો