September 22, 2026
ગુજરાત

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

અમદાવાદમાં રાજ્‍યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ, બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું છે, આ પાસપોર્ટ કેન્‍દ્રમાં વિવિધ ૩૬ કાઉન્‍ટર બનાવાયા છે. તેમાં પહેલા દિવસે ૬૦૦ લોકોને એપોઈન્‍ટમેન્‍ટ અપાઈ હતી. તથા પૂર્વ વિસ્‍તારના લોકોને મોટી રાહત થશે. જેમાં નડિયાદ, આણંદ, ખેડાના લોકોને મોટી મદદ મળશે.

આ કેન્‍દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્‍દ્ર બંધ કરી દેવામાં આવશે.આ કેન્‍દ્રની ક્ષમતા ૨ હજાર અરજદારની છે. આ કેન્‍દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્‍દ્ર બંધ કરી દેવામાં આવશે. નવા પાસપોર્ટ સેન્‍ટરમાં ૩ વિંગ હશે, જેમાં કુલ મળીને ૩૬ કાઉન્‍ટર હશે. આજે ૨૦ અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેથી જો કોઈ સમસ્‍યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય.

વિજય ચાર રસ્‍તા પરનું પાસપોર્ટ સેન્‍ટર ચાલુ જ રહેશે. મીઠાખળી જુના પાસપોર્ટ સેન્‍ટરમાં રોજના ૮૦૦ અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્‍ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્‍યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્‍યા મળતી નથી, સાથે જ ર્પાકિંગની જગ્‍યા પણ ન હોવાને કારણે પણ લોકોને સમસ્‍યા થાય છે. ત્‍યારે બાપુનગરમાં વ્‍હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્‍દ્રમાં આ બાબતોને ધ્‍યાનમાં રાખવામાં આવી છે.

નવા પાસપોર્ટ સેન્‍ટરમાં ૩ વિંગ મળીને કુલ મળીને ૩૬ કાઉન્‍ટર હશે. જેમાં એક વિંગમાં ૨૦ કાઉન્‍ટર શરૂ કરી દેવામાં આવશે, જ્‍યાં  સ્‍ટાફ ડોકયુમેન્‍ટ – ફિંગર પ્રિન્‍ટ લેશે. જયારે બીજા વિંગમાં ૧૦ કાઉન્‍ટરમાંથી ૬ શરૂ કરવામાં આવશે, અહીં પાસપોર્ટનો સ્‍ટાફ ડોકયુમેન્‍ટ વેરિફાઇ કરવાનું કામ કરશે, જયારે ત્રીજા વિંગમાં ૬ કાઉન્‍ટરમાંથી ૩ થી૪ શરૂ કરી દેવામાં આવશે, જ્‍યાં કચેરીનો સ્‍ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્‍ટ કરશે

Related posts

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો