September 22, 2026
તાજા સમાચારદેશ

સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને પ્રથમ ક્રમે, બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે,૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ શહેર બન્યું

દેશના સૌથી સ્‍વચ્‍છ શહેરની વાત કરવામાં આવે તો મગજમાં એક જ નામ આવે છે. જેનું નામ છે, ઇન્‍દોર. ઇન્‍દોરને એક વાર ફરી દેશના સૌથી સ્‍વચ્‍છ શહેર પુરસ્‍કાર મળ્‍યો છે.  સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ના પરિણામોનો જાહેર કરવામાં આવ્‍યા હતા. કેન્‍દ્ર સરકારના વાર્ષિક સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં ઇન્‍દોરને સતત આઠમી વાર ભારતના સૌથી સ્‍વચ્‍છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્‍યું.

સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને સૌથી વધુ અંક પ્રાપ્‍ત થયા. તેમજ બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે.૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ શહેર બન્યું,રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે ઇન્‍દોરને સર્વોચ્‍ચ સમ્‍માન આપવામાં આવ્‍યું. આ અંગે શહેરમાં ખુશીની લાગણી જોવા મળી છે  દેશની સૌથી સ્‍વચ્‍છ રાજધાની ભોપાલ છે. ૩ થી ૧૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરોની શ્રેણીમાં, નોઇડા પ્રથમ, ચંદીગઢ, બીજા અને મૈસુર ત્રીજા ક્રમે છે. ૫૦ હજારથી ૩ લાખની વસતી ધરાવતા શહેરોની વાત કરીએ તો, નવી દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્‍તાર ટોચ  પર છે.

તે જ સમયે, ઇન્‍દોરે ફરી એકવાર દેશમાં સ્‍વચ્‍છતાનો ધ્‍વજ લહેરાવ્‍યો છે. સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪ ના પરિણામો આજે દિલ્‍હીમાં જાહેર કરવામાં આવ્‍યા છે. છેલ્લા ૭ વર્ષથી સતત સૌથી સ્‍વચ્‍છ શહેર તરીકે ઇન્‍દોરને પસંદ કરવામાં આવ્‍યું છે. તે આઠમી વખત નંબર વન બન્‍યું છે. ઇન્‍દોર મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને ત્‍યાંના સફાઈ કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. આ સાથે, સામાન્‍ય લોકોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળતિ પણ આવી છે.

રાષ્‍ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં ગળહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત એક સમારોહમાં રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ પુરસ્‍કારો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય ગળહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને અન્‍ય લોકો હાજર રહ્યા હતા.

મેયર પુષ્‍યમિત્ર ભાર્ગવે ઇઝરાયલથી એક વીડિયો સંદેશમાં નાગરિકોને અભિનંદન આપ્‍યા. તેમણે કહ્યું કે આ વખતે આવેલા પરિણામોમાં ઇન્‍દોર ફરી અગ્રેસર છે. ભારત સરકારે ઇન્‍દોર જેવા શહેરોને અલગ લીગમાં રાખ્‍યા હતા. તેમ છતાં, ઇન્‍દોર ટોચ પર રહ્યું.

ઇન્‍દોર ૨૦૧૭ થી સતત પ્રથમ આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ ઇન્‍દોરની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જ્‍યારે અન્‍ય શહેરો કંઈક કરવાનું વિચારે છે, ત્‍યારે ઇન્‍દોરે તે કામ કરી ચૂકયું છે. સ્‍વચ્‍છતા અંગે આ બિલકુલ સાચું સાબિત થયું છે. ઇન્‍દોરના જનભાગીદારી મોડેલની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. નવીનતાઓની શ્રેણી, પરસ્‍પર સંકલન અને કંઈક નવું કરવાનો જુસ્‍સો ઇન્‍દોરને અન્‍ય શહેરો કરતા આગળ રાખે છે.

સ્‍વચ્‍છ શહેર-સ્‍વચ્‍છ શહેર (૧૦ લાખથી વધુ વસ્‍તી)

૧. અમદાવાદ

૨. ભોપાલ

૩. લખનૌ

સ્‍વચ્‍છ શહેર પુરસ્‍કાર (૩ થી ૧૦ લાખ વસ્‍તી)

૧.મીરા ભાયંદર

૨. બિલાસપુર

૩. જમશેદપુર

સ્‍વચ્‍છ શહેર પુરસ્‍કારો (૫૦ હજારથી ૩ લાખ)

૧. દેવાસ

૨. કરહડ

૩. કર્નાલ.(૨૩.૧૬)

Related posts

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ 32 રૂપિયા લીટર

Ahmedabad Samay

ભારત અને ચીન વચ્ચે ના અથડામણ માં ૭૦ જેટલા જવાનો શહીદ થયા

Ahmedabad Samay

કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્‍વ સમજશે : કર્ણાટક હાઇકોર્ટ

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો