August 8, 2026
અપરાધગુજરાત

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

દેશભરમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો હતો. આરોપીઓએ વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવ્યા હતા. 19 કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં મહિલા તબિબને ડિજિટલ એરેસ્ટ કરીને 19 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ સેલ્ફ ચેકથી રાજકોટ, જામનગર,અમરેલીથી અલગ અલગ બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા.અગાઉ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. 19 કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ ઝડપાયા છે. તમામ આરોપીઓ જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.

ડિજિટલ એરેસ્ટ કેસના 8 આરોપીઓમાં યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણ (જામનગર),નાઝ ઈબ્રાહમભાઈ રાઝસુમરા (રાજકોટ),નિલેશ જમનભાઇ રાંક (રાજકોટ).જયદેવ બંકેશભાઇ નિર્મલ (અમરેલી).અમીર હૂસેન અનવરભાઇ માણેક (જામનગર).શબિર હનીફભાઇ સંવટ (અમરેલી).રસીદ રમજાન પઠાણ (અમરેલી). ઈસ્માઇલ બચુભાઈ ખુંભીયા (જામનગર)

ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલા ડોક્ટરને ઈન્ટરનેશનલ અને ભારતની ગેંગ દ્વારા 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી. તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ઉઠાવી લેવાશે તેવા ધમકી ભર્યા પત્રો મોકલવમાં આવ્યા હતા. આ મહિલાને તેના ફોનથી અપમાનજનક મેસેજ પોસ્ટ થાય છે તેમ કહીને ડરાવામાં આવી હતી. મહિલાને એટલી હદે ડરાવવામાં આવી હતી કે, તેના ઘરમાં પડેલા દાગીના વેચીને આરોપીઓએ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ મહિલાને તમામ પાસાઓ પર પાયમાલ કરી નાંખવા સુધી પૈસા પડાવ્યા હતા. ભેજાબાજોએ મહિલા પાસેથી શેર-દાગીના વેચાવ્યા, લોન લેવડાવી આમ 19 કરોડ રૂપિયા ખંખેરાવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે  ગાંધીનગર CID સાયબર સેલે 16 જુલાઈના રોજ 35 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Related posts

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં  એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને મોતને ઘાટ ઉતારી દીધો

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો