September 13, 2024
ગુજરાતધર્મ

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ

જાણો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ રાશિના જાતકો માટે લાભદાયક છે અને કઈ રાશિ માટે નુકશાનકારક, જાણો સૂર્યગ્રહણની તમામ માહિતી જાણીતા શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર એસ.રાવલ દ્વારા.

સમયની સારણી પ્રમાણે ગ્રહો- તારાઓ-નક્ષત્ર સૂર્ય, ચંદ્ર દરેક પોતાની ચાલ પ્રમાણે આકાશમાં નભો મંડળમાં ફરતા હોય છે.
જેથી સમય – રાત્રિ – દિવસ શુક્લ પક્ષ – કૃષ્ણ પક્ષ એમ એ ૧૫ દિવસે બદલાય છે હવે શુક્લપક્ષમાં આવે તો રાત્રે ચંદ્રગ્રહણ થાય છે.કૃષ્ણપક્ષ માં આવે તો સૂર્યગ્રહણ થાય છે.

આમ આ વર્ષે ૧૦ જૂન વૈશાખ માસની અમાસ વિ.સં. ૨૦૭૭ ના દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે અને સાથે સાથે એજ દિવસે શનિજયંતિ છે, સૂર્યગ્રહણ બપોરે ૦૧.૪૨ થી શરૂ થશે સાંજે બરાબર ૦૬.૪૧ એ સમાપ્ત થશે
સૂર્યગ્રહણ બરોબર ૨૯૯ મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ અરૂણાચલ અને લદાખના અનેક વિસ્તારોમાં દેખાશે. આ સૂર્યગ્રહણ એશિયા,યુરોપ, ઉત્તર પૂર્વ અમેરિકા અને એટલાન્ટિક મહાસાગરના ઉતરિય ભાગમાં જોવા મળશે. રશિયા, ઉત્તર કેનેડા માં સંપૂર્ણ રીતે જોવા મળશે,
સાથે આ ગ્રહણ ભારતમાં અંશત રીતે દેખાશે. જેથી ભારતના જન સમુદાયને પાળવાનું નથી, આ એક ખગોળીય ઘટના છે.
છતા માનવસમુદાય, ઢોર- ઢાંખર, પશુ પક્ષી તથા હવામાન ઉપર તેની ખુબજ દુઃખદ અને સારી ઘટનાઓ બને છે.

સૂર્ય કે ચંદ્ર ગ્રહણ હોય પરંતુ માનવ સમુધાયની ૧૨ રાશિઓ પર સારી ખોટી અસર જોવા મળે છે.

 

આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ મેષ, વુર્ષભ અને મિથુન રાશિ માટે સંકટ વાળું છે બાકી રાશિઓ માટે મધ્યમ અને સારું પણ છે.

તે દિવસે શનિજ્યંતી હોવાથી તેનો વિશેષ મહત્વ પણ છે માટે તમામ જાતકોએ શનિ જાપ અને શનિ મહારાજના મંત્રો જાપ કરવા સફળદાયક છે.

શં શનિશ્વારાય નમઃ, વિષ્ણુભગવાની માળા જાપ કરવી, ધાર્મિક કાર્ય કરવા.

આવો જાણીએ ૧૨ રાશિઓ પર સૂર્યગ્રહણ ની કેવી અસર પડશે.

મેષ: માનસિક અશાંતિ રહે પરિવારમાં નાની બાબતોમાં ચડસા-ચકરી થાય, ઉદવેગથાય.

વૃષભ: તમે ગમે તેટલા જોશીયાર હોવ તો પણ તમે તમારા ઘણા નિર્ણય ખોટા લેવાય, જેથી ધંધામાં કે ઘરમાં અશાંતિ પેદા થાય, તમે પ્રેમ અને સ્નેહમાં સારી રીતે પાર પાડી શકો છો.

મિથુન: તમે તમારી આજીવિકા (નોકરી) ખુબજ સારી રીતે કરવી કોઈ મુશ્કેલી ન સર્જાય, તમને કોઈ રોગ કે ભય હોય તો ખૂબ કાળજી લેવી.

કર્ક: તમારા માટે ખુબજ આનંદના સમાચાર છે. સંતાનોની સધવતા, વડીલોના આશીર્વાદ તેમજ ધનલાભ થાય.

સિંહ: ઘણો વિચાર કરી સલાહલઇ કાર્ય કરવા, કામની નિશ્વતા નક્કી કરી કાર્ય કરવું લાભ થશે, સરકારી કામ.બાકી હશે તો પુરા થશે, નવા કામ મળશે.

કન્યા: નાના-ભાઈ બહેનો ને પ્રેમ કરજો જેથી તેમનાથી લાભમળે અને ધાર્મિક કાર્યો થાય અને યાત્રા પણ થાય.

તુલા: તમારે તમારી શરીરની સુખાકારી ઉપર ધ્યાન આપવું, તમારાથી કોઈ નારાજ થઇ ગયું હોય તે તમારા પ્રતેય પ્રેમ આદર રાખશે.

વૃશ્ચિક: પતિ-પત્ની વચ્ચે ઘર્ષણ થાય, તમારા અધૂરા કામ ખુબજ ઝડપથી આગળ વધે તેવો આંનદ રહે.

ધન: હાલમાં કોરોનાનો સમય છે. તો સાચવવું તાવ-શરદી-ઉધરસ આવે તો તાતકાલીક ઉપાય કરવું.
પરદેશમાં રહેતા સ્વજનો – મિત્રોથી લાભ થાય.

મકર: તમે ઘણા ગુઠ છો અને તમને દરેક વિદ્યા પ્રાપ્ત કરવાનો અવસર મળેતો ઉપયોગ કરી લેજો, શેર – સટ્ટામાં.લાભ મળશે.

કુંભ: તમે દરેકને માન આપો છો છતા તમારી જનેતા સાથે ખુબજભાવ પૂર્વક સંબંધ રાખો, નોકરી ધંધામાં સારું છે માનીને સેવા કરો, આશિર્વાદ મળશે.

મીન: તમે નસીબદાર વ્યક્તિ છો, તમને દેરક દિશામાંથી શુભ સમાચાર મળશે, ધન-મન માં લાભ બધારે થાય, કોઇની ઓચંતી મુલાકાત તમારા જીવનમાં રંગ લાવી શકે.

 

Related posts

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો