ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મૂકનારૃં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
તેમણે કહ્યું કે, પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ અંગે દાખવેલી પ્રતિબદ્ધતાને આપણે આગળ ધપાવી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ કર્યુ છે. ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો, વનો, પર્વતો, રણ જેવી અનેક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. કલાયમેટ ચેન્જના કારણે કુદરતી વાવાઝોડા, હિટવેવ, વ્યાપક વરસાદ જેવી સ્થિતીનો સામનો આપણે કરતા આવ્યા છીયે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ગુજરાતે પર્યાવરણ જાળવણી, રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ઝોક આપ્યો છે. રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસ શરૂ કરવાની મંજૂરીઓ હવે ન આપવા સાથે નવ હજાર મેગાવોટ પવન અને પાંચ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરી ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને સાકાર કર્યુ છે.