October 14, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી અમદાવાદમાં કાર્યરત છે. આ ટ્રસ્ટ મુખ્યત્વે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું સંચાલન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે, આ સાથે ગત કેટલાક વર્ષોથી શ્રાવણ મહોત્સવનું પણ આયોજન કરે છે. જેનો ઉદ્દેશ સમાજના લોકોમાં ધાર્મિક ઉપરાંત સાંસ્કૃતિક ચેતના જગાવવાનો છે તથા સમાજમાં અલગ અલગ વયજૂથના લોકો જેમકે બાળકો, મહિલાઓ, યુવાઓ તથા વડિલોમાં રહેલી પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો છે.

જેમાં ચિત્ર, વેશભૂષા, પ્રશ્નોત્તરી, શૈક્ષણિક માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકો માટે ધાર્મિક પ્રવાસ, રંગોળી, રસોઈ, ભજન, ગાયન, પરંપરાગત લોકનૃત્ય, ડાન્સ વગેરે વિવિધ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ સ્વ. શ્રી શ્યામપ્રસાદ વસાવડા કમ્યુનિટી હોલ, ખોખરા, અમદાવાદ ખાતે તા. ૨૪-૦૮-૨૦૨૫, રવિવારના રોજ શ્રાવણ મહોત્સવ-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમ કે પ્રથમ સત્રમાં સવારે ૯:૦૦ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધી
–    ચિત્ર સ્પર્ધા (બાળકો, કિશોર, વયસ્ક)
–    મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા
–    રસોઈ સ્પર્ધા
–    શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ગડ કિલ્લાઓ આધારિત પ્રશ્નોત્તરી

બીજા સત્રમાં સાંજે ૪:૦૦ વાગ્યે ટ્રસ્ટીશ્રી દ્વારા દીપ પ્રજજ્વલનથી શરુઆત કરી નિર્ધારિત કાર્યક્રમોની રૂપરેખા અનુસાર
–    ગણેશ વંદના
–    રાષ્ટ્રગીત
–    ટ્રસ્ટની સમિતિના દિવંગતશ્રી,‌પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકો તથા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે શ્રદ્ધાંજલિ
–     વિદ્યા પુરસ્કાર
–     સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રથમ ચરણ
–     અતિથિ વિશેષ તથા આમંત્રિતોનું સન્માન
–     સમાજ ગૌરવ
–     પ્રેરણાસ્ત્રોત
– ‌    સાંસ્કૃતિક કાર્યક્રમોનું અંતિમ ચરણ

અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.

Related posts

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો