માર્ચ થી ચાલી રહેલા લોકડાઉનમાં ૦૨ બાદ લોકડાઉન ૦૩ ઝોન વાઇસ થોડી છુટ સાથે લાગુ કરવામાં આવ્યું છે,
સમગ્ર દેશમાં લોકડાઉન ૦૩ માં છૂટછાટ અપાતા એક દિવસ બાદ કોરોનાના વાયરસથી સંક્રમિત કેસોમાં ચિંતા જનક વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં માત્ર ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૯૦૦ થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને સૌથી વધુ ૧૯૫ લોકોના મોત થયા છે. મે મહિનામાં કેસ સતત વધી રહ્યા છે. માત્ર ૪ દિવસમાં ૧૦,૦૦૦ જેટલા નવા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે કોરોના વાયરસના કેસ વધીને ૪૬૪૩૩ થયા છે. જેમાં ૩૨૧૩૪ એકટીવ કેસ છે. ૧૨૭૨૭ને રજા આપવામાં આવી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૮૩ લોકોના મોત થયા છે. ૧૭૫૯૮ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, તામીલનાડુ, હરીયાણા અને જમ્મુ કાશ્મીરમાં નવા કેસો આવ્યા છે. દેશમાં માત્ર ૪ દિવસમાં જ ૧૦૪૬૨ નવા કેસ આવ્યા છે. ગઈકાલે જ ૨૯૦૦ નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસની રફતાર હાલ ૬.૧ ટકા છે. જો આ સ્પીડ ૭.૧ ટકા થઈ જશે તો આવતા સપ્તાહે ૬૮૦૦૦ કેસ થઈ જશે અને ૬.૧ ટકાની સ્પીડ રહેશે તો ૬૪૦૦૦ કેસ થશે. ૫.૧ ટકા સ્પીડ થશે તો ૬૦,૦૦૦ અને ૪.૧ ટકાની સ્પીડ રહેશે તો આવતા સપ્તાહ સુધીમાં ૫૬૦૦૦ કેસ થશે. એવા રાજ્યો છે જ્યાં રોજ ૧૦૦થી વધુ કેસ નોંધાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તામીલનાડુ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સપ્તાહના આંકડા જોઈએ તો ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. ૧લી મેના રોજ ૨૩૯૬ નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે ૨૯૦૦ કેસ નોંધાયા હતા.
ઝોન વાઇસ લોકડાઉન માં છુટ આપતા સમગ્ર દેશમાં નવા કેસમાં સતત વધારો જોવા મળતી રહ્યો છે, દેશમાં ચિંતા જનક કેસોની સંખ્યા વધવા લાગી છે,