September 11, 2026
ધર્મ

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્‍ચે યુધ્‍ધ થયું ત્‍યારે ગણેશનો શીવના ત્રિશુલથી શિરચ્‍છેદ થયો હતો.

ત્‍યાર પછી ધડ પર હાથીનું મસ્‍તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્‍યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્‍લામાં આવેલું છે. ભગવાન ગણેશના આ મંદિરને સ્‍થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે. મુંડ એટલે મસ્‍તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. આ સ્‍થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્‍સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે.લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્‍ધા ધરાવે છે

મસ્‍તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્‍નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે. ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે જેમાં માઁણા ગામંની વ્‍યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. આ સ્‍થળ બદ્રીનાથથી ૫ કિમી દૂર છે જેને વ્‍યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે.  અહીં ગણેશજી અને વેદ વ્‍યાસના દર્શન કરવા આવે છે.

Related posts

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

Todays Rashifal, જાણો આજનો રાશિફળ, आज का राशिफल

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

ગુરુ’ની રાશિમાં સૂર્યનું મહાન સંક્રમણ મજબૂત લાભ આપશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે; અમર્યાદિત પૈસાનો વરસાદ થશે!

Ahmedabad Samay

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો