September 20, 2026
ધર્મ

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

હિન્દુ ધર્મ માં એકાદશી એક મહત્વપુર્ણ તિથી ગણાય છે, અને આ પવન તિથીના રોજ જે કોઈ હરિભક્ત ભક્તિભાવ થી વિધિવિધાન પૂર્વક આ વ્રત નું પાલન કરે છે તેને દરેક કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય છે.

પુજા અને વિધિ

સવારે વહેલા ઉઠી સ્નાન ઈત્યાદી કર્મ થી પરવારી ઘી નો દિપક પ્રગટાવીને વ્રત – ઉપવાસ કરવા માટેનો સંકલ્પ કરવો, ભગવાન વિષ્ણુ નારાયણની પ્રતિમાને જળ થી સ્નાન અભિષેક કરાવી ચંદન,પુષ્પ,ધૂપ,દીપ, ફળ,આરતી વગેરે અર્પણ કરવું. સાથોસાથ ભગવાન નો સ્ત્રોત્ર નો પાઠ કરવો તેમજ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો યથા શક્તિ જાપ કરવો, આખો દિવસ કોઈપણ જાત નું અનાજ ખાવું નહીં. ઉપવાસ કરવો.

મહત્વ

પદ્મ પુરાણ અનુસાર સ્વયં મહાદેવે નારદજીને ઉપદેશ આપ્યો હતો કે એકાદશી મહાન પુણ્ય આપનાર તિથી છે. જે મનુષ્ય વિજયા એકાદશીનું વ્રત કરે છે તેના પિતૃઓ અને પૂર્વજોને જો ખરાબ યોનિ પ્રાપ્ત થયેલ હોય તો તેમાથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને સમસ્ત પાપ માં થી મુક્તિ મળે છે.

મારી આપ સર્વે સત્સંગી ભાઈ – બહેનોને આ એકાદશી નું વ્રત કરવા અનુરોધ કરું છુ.

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

ભાવનગરમાં સાત નદીઓના નીર અને ૧૦૮ કુવાના નીરથી ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરાયો

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ આપના માટે કેવો રહેશે જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા- ૨૮ જૂન થી ૦૪ જુલાઇ ૨૦૨૧

Ahmedabad Samay

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો