July 22, 2026
ગુજરાત

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ, હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ બનશે. કારણ કે, ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગે પરવાનો મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ કરી છે. પ્રોસેસમાં પારદર્શિતા લાવવા નશાબંધી વિભાગે નવું પોર્ટલ તૈયાર કર્યું છે.

તમને જણાવી દઈએ કે, અત્‍યાર સુધી દારૂની પરમિટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓફલાઈન હતી. વ્‍યક્‍તિએ નશાબંધી અને આબકારી વિભાગમાં જઈને ફોર્મ ભરવું પડતું હતું. બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવીને ડોકયુમેન્‍ટ જમા કરાવવા પડતા હતા. આ પ્રોસેસ લાંબી અને જટિલ હતી. તેમજ તેમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદો દિવસને દિવસે વધી રહી હતી. આવામાં ત્‍યારે નશાબંધી વિભાગે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ડિસેમ્‍બર સુધી દારૂની પરમિટ ઓનલાઈન મળતી થઈ જશે.

http://eps.gujarat.gov.in લિંક પર જઈને ગ્રાહકોએ સંપર્ક કરવાનો રહેશે. જેમાં લોગ-ઈન આઈડી જનરેટ કરીને વેબસાઈટ પર માંગવામાં આવેલી વિગતો ભરવાની રહેશે. ડોકયુમેન્‍ટ્‍સ પણ અહી જ અપલોડ કરવાના રહેશે. તેમજ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. નશાબંધી વિભાગે અન્‍ય -ોસેસને પણ ઓનલાઈન કરી છે. જેનાથી ગુજરાતના નાગરિકોને અનેક પ્રકારના ફાયદા થશે.

નશાબંધી વિભાગ પોતાની કામગીરીને વધુ પારદર્શક અને જવાબદેહ માટે આ પરિવર્તન આણ્‍યું છે. વિભાગને ડિજીટલ બનાવવાના અનેક ફાયદા છે. કાગળકામનો ઘટાડો, સમયની બચત, પારદર્શકતામાં વધારો, રેકોર્ડ રાખવામાં સરળતા, વ્‍યાવસાયિક કામકાજમાં ઝડપ જેવા અનેક ફાયદા વિભાગ અને નાગરિકો બંનેને છે. આ ઉપરાંત  પરવાના મેળવવા માટે આવતી ફાઇલોના નિકાલમાં વિલંબ ન થાય એ માટે એક ઓનલાઇન મોનિટરિંગ સિસ્‍ટમ લાગુ કરવામાં આવી છે.

ગિફ્‌ટ સિટીમાં દારૂબંદી હટાવ્‍યા બાદ પણ રાજ્‍ય સરકારને ફાયદો જ થયો છે. સરકારે ગળહમાં કહ્યું કે, ગિફ્‌ટ સિટીમાં દારૂબંદી હટાવ્‍યા બાદ રાજ્‍ય સરકારને માત્ર ૯૪ લાખ રૂપિયાની જ આવક થઈ છે. દારૂબંદી હટાવ્‍યા બાદ ગિફ્‌ટ સિટીમાં માત્ર ૨ એકમોએ જ દારૂના વેચાણનું લાઇસન્‍સ મેળવ્‍યું. રાજ્‍ય સરકારે ગિફ્‌ટ સિટીમાં ડિસેમ્‍બર ૨૦૨૩ થી દારૂની છૂટ અપાય છે. આંકલાવના ધારાસભ્‍ય અમિત ચાવડાના સવાલ પર સરકારે ગળહમાં આ જવાબ આપ્‍યો હતો.

દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી ૪૦ વર્ષની વય હોવી ફરજિયાત છે અને મહિને ૨૫,૦૦૦ની આવક હોવી ફરજિયાત છે. અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભવાની રહેશે. ત્‍યારબાદ આરોગ્‍ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે. આરોગ્‍ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્‍ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે.

હેલ્‍થ પરમીટઃ રાજ્‍યના વતની,રાજ્‍ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્‍યક્‍તિ અને સંરક્ષણ દળના નિવળત્ત સભ્‍યો.

હંગામી રહેવાસીઃ કામચલાઉ પરમીટ

ટુરિસ્‍ટ પરમીટ, એક મહિના માટે પરમીટ અપાય છે.

મુલાકાતી વ્‍યક્‍તિઃ રાજ્‍ય બહારની વ્‍યક્‍તિને સાત દિવસ માટે.

ગ્રુપ પરમીટઃ વિદેશી નાગરિકને સંમેલન કે કોન્‍ફરન્‍સ માટે.

તત્‍કાલ પરમીટઃ વૈદકીય હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્‍યક્‍તિને.

પરમીટમાં કોને કેટલો દારૂ મળેઃ

૪૦ થી ૫૦ વર્ષ સુધી – મહિને ત્રણ યુનિટ, ૫૦ થી ૬૫ વર્ષ સુધી – મહિને ચાર યુનિટ, ૬૫ વર્ષ કરતાં વધુ – મહિને પાંચ યુનિટ કોઈ વ્‍યક્‍તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકો છે, જ્‍યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર ૪૦થી ૫૦ વર્ષ હોય તો તમને ૩ યુનિટનો દારૂ મળશે, ૫૦થી ૬૫ વર્ષ સુધીની હોય તો ૪ યુનિટ અને ૬૫ વર્ષથી વધુ વયના લોકોને ૫ યુનિટનો દારૂનો જથ્‍થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં ૧ બોટલ દારૂ અથવા ૧૦ બોટલ બીયરનો જથ્‍થો મળે. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે.

Related posts

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે તેલ થયું સસ્તું

Ahmedabad Samay

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજ દ્વારા કિંજલ દવે એ આંતરજ્ઞાતિય સગાઈ કરતા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો

Ahmedabad Samay

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો