August 13, 2026
ટ્રેન
ગુજરાત

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા.

હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.

અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર આગમન /પ્રસ્થાન કરશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ મણીનગરથી પ્રસ્થાન કરશે.

આ સિવાય જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ચંડીગઢ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ, હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાડમેર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ, શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ – દાદર રણકપુર એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ,પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો