ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૦૨૫ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની.
આ વખતે આઈસીસીએ ઇતિહાસ રચતા કુલ ?૧૨૨.૫ કરોડ (US$૪.૪૮ મિલિયન)ની ઇનામી રકમ જાહેર કરી. વિજેતા ભારતને રૂ.૩૯.૫૫ કરોડ, જ્યારે રનર-અપ દક્ષિણ આફ્રિકાને રૂ.૧૯.૭૭ કરોડ મળ્યા. સેમિફાઇનલમાં હારેલી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને રૂ.૯.૮૯ કરોડ મળ્યા.
બાકી ટીમોને તેમની રેન્કિંગ મુજબ રૂ.૨.૨ મિલિયનથી રૂ.૬.૨ મિલિયન વચ્ચેની ઇનામી રકમ અપાઈ. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોટું ઇનામી વિતરણ માનવામાં આવે છે.
