August 25, 2026
Other

એકલી મહીલાઓને ધાર્મિક વાતોમાં ભેરવી મહીલાઓએ પહેરેલ સોનાના ઘરેણાં કઢાવી લઈ ઠગાઈ કરનાર બે ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ઓઢવ પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું

ઓઢવ વિસ્તારમા પોલીસ ટિમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ અંબીકાનગર નવરંગ સર્કલ ખાતે જાહેરમાં પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ (૧) ધારુનાથ સોરમનાથ બામણીયા (મદારી) ઉ.વ.ર૬ રહે.મદારીવાસ ગામ.ગણેશપુરા તા.દહેગામ જી.ગાંધીનગર (૨) રમતુનાથ ઉર્ફે કાળુ શાયરનાથ જાતે પરમાર (મદારી) ઉ.વ.૨૦ રહે.મદારીવાસ ગામ.ગણેશપુરા તા.દહેગામ જી.ગાંધીનગર નાઓને પોતાના કબ્જામાં એક એક્ટીવા નંબર જી.જે.૧૮.એફ.એફ.૬૫૬૧ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા સોનાની બુટ્ટી નંગ::૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી સદરી આરોપીઓની પુછપરછ દરમયાન જણાવેલ કે બન્ને જણા તા.૨૭/૦૯/૨૦૨૫ ના સવારના નવેક વાગે ઉપરોક્ત એક્ટીવા લઈને ઓઢવ ચામુંડાપાર્ક આગળથી પસાર થયેલ અને એક મહીલા ગાયને રોટલી ખવડાવતી હોય જેને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલ હોય બન્ને જણા તેઓની પાસે જઈ મંદીરનુ સરનામુ પુછી પોતે મંદીરમાં સેવા પુજાનુ કામ કરે છે વિગેરે વાતો કરી મહીલાને ધાર્મિક વાતોમાં ભેરવી વિશ્વાસમાં લઈ કાનમાં પહેરેલ બુટ્ટીઓ મંત્ર બોલીને શુધ્ધ કરવાનુ કહી થેલીમાં બુટ્ટીઓ કઢાવી વાતોમાં વ્યસ્ત રાખી નજર ચુકવી થેલીમાંથી બુટ્ટીઓ કાઢી લીધેલ હોવાનુ જણાવતા સદર બનાવ સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.એ/૧૧૧૯૧૦૩૭૨૫૧૬૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામે ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ,

તપાસ દરમયાન આરોપીઓએ તા.૨૭/૦૯/૨૦૨૫ ના સવારના આઠેક વાગ્યાના સુમારે નિકોલ દાસ્તાન સર્કલથી કઠવાડા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ અમુલ પાર્લર આગળ રોડ ઉપર જતી એક મહીલા સાથે ઉપરોક્ત એમ.ઓ મુજબ ઠગાઈ કરી તેણે પહેરેલ સોનાની બુટ્ટી કઢાવી લીધેલ હોવાનુ જણાવતા સોનાની બુટ્ટી નંગ:૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-નો મુદામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Related posts

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો