અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને મારી નાખવામાં આવ્યો હતો.તલવારના ઘા ઝીંકી સુરેશ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ભાવેશ, મેહુલ અને કરણ નામના આરોપીએ હત્યા કરી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ થઈ છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસનું માનવું છે કે આરોપી હજી પણ શહેર છોડીને ગયો હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે મોબાઇલ ફોનમાંથી આખા બનાવ અંગે મહત્વની કડી સાંપડી શકે છે.
તેની સાથે પોલીસને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરવા માંડ્યા છે. પોલીસે ચાર રસ્તા પરના અને નજીકના દુકાનોના તથા નજીકના સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કરી દીધું છે. તેથી આગામી દિવસોમાં આ સીસીટીવી ફૂટેજ પોલીસે હત્યાના આ કેસમાં મહત્વની કડી પૂરી પાડી શકે છે.
