November 17, 2025
ગુજરાત

FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

 અમદાવાદની શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટીનો કોઈ ડર જ ના હોય તેવું સામે આવ્યું છે. ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણીને શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલી રહ્યા છે.જેના પગલે તંત્ર દ્વારા અમદાવાદની 4 શાળાઓને FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી પાસે વિદ્યાર્થીઓની ફીમાં વધારા માટે પ્રપોઝલ મૂક્યું હતું. પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલે દરખાસ્તમાં જે ફી વધારવાની માંગ કરી હતી તેમાં ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવેલ હતી. તેમ છતાં સ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા વધુ ફી વસુલવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી. જે બાદ FRCએ તપાસ કરતા સ્કૂલે મંજૂર થયેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલી હોવાનું સામે આવતા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને FRCએ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નિયમો પ્રમાણે જો પ્રાથમિક અને માધ્યમિક સાથે એક જ કેમ્પસમાં જો પ્રિ પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી FRC પાસે મંજૂર કરાવવાની હોય છે. પરંતુ જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિ પ્રાયમરી સ્કૂલ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલ સાથે એક જ કેમ્પસમાં ચાલે છે. તેમ છતાં ત્રણેય સ્કૂલે FRC માં ફી મંજૂર કરાવ્યા વિના જ પ્રિ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. જેની ફરિયાદ ફી રેગ્યુલેટરી કમિટીના ધ્યાને આવતા ત્રણેય શાળાને 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Related posts

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

પોતાના સીએમઓ ઓફિસર કહી મિત્રને છોડાવવા માગતા નકલી ઓફિસરને પોલીસે અમદાવાદથી ઝડપ્યો

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો