September 21, 2026
દેશ

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસર પર મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અસરાની (Asrani) નું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન થયું છે.

ફેફસાંની સમસ્યાને કારણે હતા હોસ્પિટલમાં:
અહેવાલ મુજબ, અભિનેતા અસરાની છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે જાણીતા હતા, તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો એકઠા થયા હતા.

Related posts

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

સૂર્યકુમાર યાદવે આસામના પૂર પીડિતોના સમર્થનમાં એક અત્યંત ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી

Ahmedabad Samay

દિલ્હીમાં BRICS 2026નો મહાકુંભ: મોદી, જિનપિંગ, પુતિન સહિત વિશ્વના દિગ્ગજ નેતાઓ એક મંચ પર

Ahmedabad Samay

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો