September 22, 2026
દેશ

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે નિધન થયું હતું. બ્રિજરાજસિંહે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 

બ્રિજરાજસિંહને લિવરની સમસ્યાથી પીડાતા હતા, ૧૭ ડિસેમ્બરે બ્રિજરાજસિંહની તબિયત ખરાબ હોવાને કારણે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરથી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા.મહારાવલ બ્રિજરાજ સિંહ ૫૨ વર્ષના હતા. તેમના અવસાન બાદ જેસલમેર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહ બાદ તેમના પરિવારમાં પત્ની રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી અને બે પુત્રો કુંવર ચેતન્યરાજસિંહ ભાટી અને જન્મય રાજસિંહ ભાટી છે. બ્રિજરાજસિંહનો જન્મ ૩૧ નવેમ્બર ૧૯૬૮ ના રોજ જેસલમેરમાં થયો હતો. રાજેશ્વરી એ રાજ્ય લક્ષ્મી નેપાળના સિસોદિયા રાણા રાજવી પરિવારની રાજકુમારી છે, જેણે ૧૯૯૩ માં જેસલમેર રાજવી પરિવારના વંશજ બ્રિજરાજ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં.

જેસલમેરના મહારાવલ બ્રિજરાજ સિંહનું નામ એશિયાના સુંદર રાજાઓમાં શામેલ હતું. આ સાથે, ભૂતપૂર્વ મહારાવાલ બ્રિજરાજ સિંહ પણ તેમના  વ્યવહાર માટે પ્રખ્યાત હતા.

મહારાવલ બ્રિજરાજસિંહ ના અગ્નિદાન સમયે રાજપૂતોએ બંદૂકો ચલાવી સલામી આપી હતી.

Related posts

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો