મનોરંજન જગતમાંથી શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ V/S સારાભાઈ’ માં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે.
કિડની ફેલ્યોરને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શમ્મી કપૂરને કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
સતીશ શાહના મૃત્યુ બાદ તેમના સત્તાવાર ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે ચાહકોને ભાવુક કરી દીધા છે.
