અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા છે. જેમાં વાહન અકસ્માતનાં લીધે 23 ટકા પ્રમાણે 47 લાયસન્સ અને ઓવર સ્પીડિંગ બદલ 15% લાયસન્સ રદ કરાયા છે.
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાતા લાયસન્સનાં રદનાં મેમોને આધારે સુભાષ બ્રિજ આરટીઓમાં મહિનાનાં પ્રથમ અને ત્રીજા શનિવારે વાહન માલિકોને સુનાવણી થાય છે, જેમાં સુનાવણી પહેલા માલિકોને નોટિસ મોકલવામાં આવે છે. જેનો દસ દિવસમાં ખુલાસો આવ્યા બાદ રૂબરૂમાં સુનાવણી માટે બોલાવાય છે અને સુનાવણી દરમિયાન વાહન માલિકોને સંતોષ ન થાય તો 30 દિવસની સમયમર્યાદા માટે અપીલમાં જઈ શકે છે,
પરંતુ આ ૨૦૦ લાઇસન્સમાં એક પણ લાયસન્સ છ મહિના માટે રદ કરાયું નથી જ્યારે નોંધાયેલા ગુનાની વાત કરીએ તો રોંગ સાઈડ વાહનનાં 57% ડ્રન્ક એન્ડ ડ્રાઈવ 5% વાહન અકસ્માતથી 23 ટકા અને વાહન ઓવર સ્પીડનાં ગુના હેઠળ 15% લાયસન્સ રદ કરાયા છે.