September 21, 2026
ફૂડ ફોર યુ

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

લોકડાઉન પેહલા લોકોમાં બહારનો લાઈવ હાંડવો ખાવાનું ક્રેઝ વધ્યું હતું , પરંતુ લોકડાઉન માં લોકો હાંડવો ખૂબ મિસ કરી રહ્યા છે માટે માસ્ટર શેફ રાજેશ આપ સૌ માટે લાવ્યા છે લાઈવ હાંડવાની રેસિપી.

સામગ્રી: કણકી ચોખા ૩ વાટકી,ચણા દાળ ૧ વાટકી,અડદ દાળ અડધી વાટકી, ખાટું દહીં,લીલા મરચા, કટકો આદું, તલ, કોથમીર, હળદર, ખાવા નો સોડા, ખાંડ, રાઈ, હિંગ, તેલ, કાચી શીંગ, દૂધી,ગાજર,લાલ મરચુ પાઉડર,મીઠો લીમડો,


રીત: ચોખા,ચણા-અડદ ની દાળ ને ભેગા કરી કકરો લોટ તૈયાર કરી લો. તેમાં દહીં નાખીને બરાબર મિક્ષ કરી,૬-૭ કલાક માટે આથી રાખવા મુકી રાખો,બાદ તેમાં છીણેલા ગાજર-દૂધી (છીણેલા ગાજર-દૂધી મા રહેલું પાણી નીચોવીને નીકળી લેવું )વાટેલા આદુ-મરચા, સમારેલ કોથમીર, તેમાં મીઠું,હળદર,થોડા તલ, લાલ મરચું,ખાંડ,કાચી શીંગ ને તેલમાં સાંતળી લો,છેલ્લે સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો પછી નોનસ્ટિક ફ્રાયપેન કે કડાઈમાં ૧૦૦ગ્રામ જેટલું તેલ લઈ તેમાં રાઈ-તલ-મીઠોલીમડો-હિંગ નો વઘાર કરી તેમાં જરૂર મુજબ બનાવેલ ખીરુ નાખી બંને બાજુ લાલ રંગનો થાય ત્યાં સુધી ઢાંકીને રાખો આમ હાંડવો તૈયાર છે ખાવા માટે.

રેસિપી બાય: શેફ રાજેશ ઠાકોર

ટિપ્સ
(હાંડવો ની વચ્ચેના ભાગ માં ચક્કુ નાખીને ચેક કરો તે કાચો હશે તો ચક્કામાં ખીરું ચોટશે)
(તેમાં ગમતા શાકભાજી નાખી શકાય)(ખાવાનો સોડા નહોય તો સાદો ઈનો નાખી શકાય)(ખટાશ ઓછી હોય તો લીંબુ રસ નાખી શકાય)(કણકી ચોખા થી સ્વાદિષ્ટ બને છે)(આ લોટ થી ઢોકળા પણ બનવી શકાય)

Related posts

મોસમી રોગોમાં દવાનું કામ કરે છે 4 વસ્તુઓથી બનેલું પીળું દૂધ, પીતા જ બેક્ટેરિયા થઈ જાય છે બેઅસર

Ahmedabad Samay

સન્ડે સ્પેશિયલ “ ક્રિસ્પી સાબુદાણા વડા ”

Ahmedabad Samay

ઠાકોર સાહેબ નું રવિવાર સ્પેશિયલ: ચાઇનીઝ ફ્રાઈ રાઈસ

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

Summer Recipe: ઉનાળામાં દહીંના પરાઠાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે, નાસ્તામાં આ રીતે બનાવો

Ahmedabad Samay

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો