August 13, 2026
બિઝનેસ

લોકડાઉન ના કારણે નાના વહેપારીઓ ને આશરે ૫.૫૦ લાખ નું નુક્સાન

હાલના એક સરવે મુજબ લોકડાઉન બાદ ૨૦ % વેપારીઓ તેમના વેપાર કાયમ માટે બંધ કરી દેશે તેવી શક્યતા છે અને તેમની ઉપર નભતા ૧૦% બીજા અત્યંત નાના વેપારીઓ વેપાર ધંધા બંધ કરી દેશે.આ પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક વેપારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ. દરેક વેપારીઓ માટે રૂ.૧૫ લાખનું વ્યાજનું વગરનું પેકેજ જાહેર કરવું જોઇએ.

અમેરિકા પણ સરકારે સામાન્ય નાગરિકોને જંગી રોકડ મદદ કરી હોવા છતાં ૨૫ ટકાથી ૩૦ ટકા ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ થઇ ગયા છે. ભારતમાં રિટેઇલ કિરાણા સ્ટોરની હાલત આવી ન થાય તે માટે સરકારે આર્થિક  પેકેજ જાહેર કરવું જરૂરી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ મધ્યમ અને નાના વેપારીઓની હાલત કફોડી બની જશે. સપ્લાયર જુના પેમેન્ટ માગશે. બીજી તરફ આગળથી વેપારીઓને ઉઘરાણી આવશે નહિ. ૨ મહિનાથી સ્ટોક પડી રહ્યો હશે. આમ બજારમાં તીવ્ર નાણાંભીડ સર્જાશે. વડોદરામાં જ ૩૦ હજાર ઉપરાંત નાના અને મધ્યમસ્તરના વેપારીઓ છે. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના અન્ય ક્ષેત્રના વેપારીઓ વડોદરા હાલ રેડ ઝોનમાં હોવાથી કોઇ જ જાતની આર્થિક પ્રવૃત્તિ કરી શકતા નથી. લોકડાઉન ખુલ્યા બાદ પ્રારંભિક સમયમાં તેમને આર્થિક  ટેકો જરૂરી છે. જે વેપારીઓએ લોન લીધી છે તેમને બેંકો દ્વારા વધુ ૧૦ ટકા લોન આપશે તેમ સરકારે જાહેર કર્યું છે. જોકે કેટલીક ખાનગી બેંકોએ તો ૧૦ ટકા રકમ આપીને ગત માર્ચ અને એપ્રિલ માસના વ્યાજ અને હપ્તા કાપી લીધા છે. આર્થિક સ્થિતિમાં કોઇ ફેર પડયો નથી.

વેપારીઓની માંગણીઓ કઇ કઈ છે?

૨૦૨૦-૨૧ના રાજયના તમામ વેરાઓમાંથી મુકિત આપો.

લોન તથા કેશ ક્રેડિટના વ્યાજમાંથી મુકિત આપો.

કારીગરોને ૫૦ ટકા પગાર સરકાર અને ૨૫ ટકા પગાર વેપારીઓ આપે.

વેપારીઓ માટે રૂ.૧૫ લાખનું વગર વ્યાજનું પેકેજ આપો.

પીએસયુ દ્વારા તાત્કાલિક વેપારીઓને પેમેન્ટ કરાય.

રૂ.૫ કરોડ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓને ૨ વર્ષ સુધી ખોટી હેરાનગતિ ન કરાય.

ઇન્કમટેકસ,જીએસટીમાં વ્યાજ અને પેનલ્ટીમાંથી માફી આપો.

સમાધાન યોજના ૧૫મી સપ્ટેમ્બર સુધી લંબાવો.

Related posts

રાહત / પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, સરકાર તરફથી આવ્યું મોટું અપડેટે

Ahmedabad Samay

પીએમ મોદીએ ખેડૂતોને આપી શાનદાર ભેટ, એકાઉન્ટમાં આવશે 15 લાખ રૂપિયા: આવી રીતે કરો અરજી

Ahmedabad Samay

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

Ahmedabad Samay

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

admin

સપાટ શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 160 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લાલ

Ahmedabad Samay

રિટેલ કંપની Dunzo માં કર્મચારીઓને સમયસર નથી મળતો પગાર, સામે આવી આ મોટી વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો