November 5, 2026
અપરાધ

પોલીસે શહેરના પોશ વિસ્તારો, ખાસ કરીને એલિસબ્રિજ અને સિંધુભવન રોડ સહિતના કેફે અને રેસ્ટોરન્ટમાં એકસાથે અણધારી રેડ કરીને હુક્કાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો

અમદાવાદ શહેરને ‘નશા મુક્ત’ બનાવવાની ઝુંબેશના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે ધમધમતા હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે શહેરના પોશ વિસ્તારો, ખાસ કરીને એલિસબ્રિજ અને સિંધુભવન રોડ સહિતના કેફે અને રેસ્ટોરન્ટમાં એકસાથે અણધારી રેડ કરીને હુક્કાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેફે અને રેસ્ટોરન્ટના નામે યુવાનોને પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર પીરસવામાં આવી રહી છે, જેના પગલે સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ 15/11/2025ના રોજ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગુજરાત કોલેજ પાસે આકાશગંગા કોમ્પ્લેક્સમાં આવેલ “Old TC’s LOUNGE & RESTAURANT” માંથી ત્રણ વ્યક્તિઓને હુક્કો પીતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત, તાજ હોટલની ગલીમાં આવેલ “લોન્જ કાસાનોવા” નામના કેફેમાં પણ ગેરકાયદે હુક્કાબાર ચાલતું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે આ સ્થળો પરથી હુક્કા પીતા યુવક-યુવતીઓ સહિત હુક્કાબારના માલિકો અને મેનેજરો સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે રેડ કરાયેલા સ્થળો પરથી મોટી માત્રામાં હુક્કાના પોટ, પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવરના પેકેટ્સ, ચીલમ, તમાકુ અને હુક્કાને લગતા અન્ય સાધનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ સાથે જ, જપ્ત કરાયેલા તમામ સેમ્પલને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપવામાં આવ્યા છે, જેથી પીરસાતી ફ્લેવરમાં નિકોટીન કે અન્ય કોઈ પ્રતિબંધિત દ્રવ્યની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ શકે.
ક્રાઇમ બ્રાન્ચે યુવાધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી દૂર કરવા માટે સખત પગલાં લેવાની ખાતરી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતા હુક્કાબાર પર સઘન દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આ ઓપરેશન દર્શાવે છે કે પોલીસ તંત્ર હવે કેફેના નામે ચાલતા નશાના ધંધા પ્રત્યે જરાય ઢીલ નહીં મૂકે.

Related posts

અમદાવાદ: CTM એક્સપ્રેસ વે પર અસ્થિર મહિલાનો મૃતદેહ મળ્યો, પીએમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

admin

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

Ahmedabad Samay

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઇ

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો