August 7, 2026
ધર્મ

અયોધ્‍યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર

અયોધ્‍યાના રામ મંદિરમાં રામ-સીતા વિવાહ ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી, એક ભવ્‍ય અને વિસ્‍તળત ધ્‍વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી મુખ્‍ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને ધ્વજ ફરકાવ્યો હતો. રામ મંદિરની ટોચ પર આશરે ૧૯૧ ફૂટની ઊંચાઈએ ધ્વજા છે,

શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ટ્રસ્‍ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્‍યું હતું કે રામ મંદિરનું શિખર ૧૬૧ ફૂટ ઊંચું છે, જેની ઉપર ૩૦ ફૂટ ઊંચો ધ્‍વજસ્‍તંભ છે, જેની ઉપર ભગવા રંગનો ધ્‍વજ ફરકાવવામાં આવશે. ધ્‍વજમાં સૂર્યનું પ્રતીક, સૂર્યની મધ્‍યમાં ઓમ પ્રતીક અને કોવિદાર વળક્ષ છે. આખો ધ્‍વજ અયોધ્‍યાના ઇતિહાસ, સૂર્યવંશ રાજવંશની પરંપરા અને રામાયણની ઊંડાઈને દર્શાવે છે.

રામ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવનાર ધ્‍વજ ગુજરાતના અમદાવાદ જિલ્લાના કારીગર કશ્‍યપ મેવાડા અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્‍યો હતો. તેમણે સમજાવ્‍યું કે આ ધ્‍વજ ત્રણ સ્‍તરીય કાપડનો બનેલો છે અને તેને બનાવવામાં લગભગ ૨૫ દિવસ લાગ્‍યા છે. તે સંપૂર્ણપણે સ્‍વદેશી તકનીકોનો ઉપયોગ કરીને હાથથી બનાવવામાં આવ્‍યો હતો. આ ધ્‍વજ ભગવાન રામમાં ભક્‍તોની શ્રદ્ધા અને રઘુકુલ કુળની મહાન પરંપરાનું પ્રતીક છે.કશ્‍યપે સમજાવ્‍યું કે આ ખાસ ધ્‍વજ કારીગરો દ્વારા ખૂબ જ ભક્‍તિ અને સમર્પણ સાથે બનાવવામાં આવ્‍યો છે.

ભગવાન શ્રી રામના મંદિર માટે ધ્‍વજ બનાવવો એ અમારા માટે ગર્વની ક્ષણ છે. ધ્‍વજના દરેક દોરામાં ભક્‍તિ અને લાગણી વણાયેલી છે. ધ્‍વજની રચના પરંપરાગત કારીગરી અને આધુનિક વણાટનું સુંદર મિશ્રણ દર્શાવે છે. દરેક રંગ અને પ્રતીક ભક્‍તિ, સંસ્‍કળતિ અને શ્રદ્ધાનો ઊંડો અર્થ ધરાવે છે

Related posts

રામ નવમીની તારીખને લઈને ભારે મૂંઝવણ વચ્ચે જાણો રામલલ્લાના જન્મોત્સવનું સચોટ મુહૂર્ત

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

Ahmedabad Samay

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

અધિકમાસમાં દરરોજ કરો તુલસીની પૂજા, દૂર થઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ

Ahmedabad Samay

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો