જાણો શનિશ્ચરી અમાસની મહિમા જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.
શનિશ્વરી અમાસના દિવસે શનિ મહારાજના મંદિરે જઈને વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી મનુષ્યના બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. મિત્રો અમાસના દિવસે કયા શુભ કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં અમાસની તિથિ નું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અમાસની તિથિ ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી અને પિતૃ દેવને સમર્પિત કરવામાં આવી છે.
અમાસના દિવસે સ્નાન દાન અને તર્પણ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે વિશેષ પૂજા કરવાથી પિતૃઓને શાંતિ અને મુક્તિ મળે છે.
આજે શનિવારના દિવસે અમાવસ્યા છે. જેથી કરીને તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. શનિશ્ચરી અમાસ નુ શાસ્ત્રો ની અંદર ખૂબ જ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અમાસના દિવસે શનિ મહારાજની વિશેષ કરીને પૂજા કરવામાં આવે છે.
અમાવસ્યાના દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી જન્મકુંડળીમાં રહેલા શનિ દોષ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિદેવ વ્યક્તિના કર્મ પ્રમાણે ન્યાય કરતા હોય છે.