July 18, 2026
પોલીસ
ગુજરાત

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ખાલી પડેલી ૪૭૨ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ખાલી પડેલી ૪૭૨ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે તારીખ ૦૫.૦૩.૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ બાદ અંતે લાયક ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરતી પ્રક્રિયાનો ઘટનાક્રમ:
જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયે હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયા અત્યંત સ્પર્ધાત્મક રહી હતી. આ ભરતીના વિવિધ તબક્કાઓની વિગત નીચે મુજબ છે:
* શારીરિક કસોટી: જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન યોજાયેલી શારીરિક કસોટીમાં ૪,૭૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
* લેખિત પરીક્ષા: શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ૧ લાખથી વધુ ઉમેદવારો માટે તા. ૧૩.૦૪.૨૦૨૫ ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૨૦૦ ગુણનું પેપર-૧ (MCQ) અને ૧૦૦ ગુણનું પેપર-૨ (Subjective) એમ કુલ ૩૦૦ ગુણની કસોટી લેવામાં આવી હતી.
* દસ્તાવેજ ચકાસણી: મેરિટના આધારે ૧૦૨૫ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ કરાયા હતા, જે પ્રક્રિયા તા. ૦૫.૦૨.૨૦૨૬ થી ૧૦.૦૨.૨૦૨૬ દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી.
વાંધા અરજીઓ બાદ ફાઈનલ લિસ્ટ:
અગાઉ તા. ૨૩.૦૨.૨૦૨૬ ના રોજ બોર્ડ દ્વારા હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરી ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ રજૂઆતોને ધ્યાને લીધા બાદ, બોર્ડ દ્વારા આજે ૪૭૨ ઉમેદવારોની આખરી પસંદગી યાદી (Final Selection List) અને ૯૫ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી (Waiting List) બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
હવે પછીની કાર્યવાહી:
આખરી પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂંક અંગેની આગળની તમામ વહીવટી કાર્યવાહી હવે પોલીસ મહાનિર્દેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. સફળ ઉમેદવારોને ટૂંક સમયમાં જ નિમણૂંક પત્રો એનાયત કરી તાલીમ માટે મોકલવામાં આવશે તેવી શકયતા.

Related posts

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

તૌકતે એ કરેલા નુક્શાને વડાપ્રધાન મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો