સુરતમાં પ્રાઈવેટ વાહનો સિટીમાં પ્રવેશ ના અપાતા પેસેન્જરનોને હાલાકી પડી રહી છે તેવી જ રીતે અમદાવાદમાં પણ આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેમ કે, સુરત પછી અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને નિયત સમયની કેટલીક માંગ કરી છે.
અમદાવાદમાંથી એવી માંગ કરવામાં આવી રહી છે કે, શહેરમાં રાત્રિના 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1થી 4 વાગ્યા સુધી બસનોટ પ્રવેશ કરવા દેવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાવેલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે એ મુજબ આ સમયે જો માંગ સ્વિકારવામાં નહીં આવે આ સાથે ચિમકી પણ એવી ઉચ્ચારવામાં આવી છે કે, જો માંગનો ઉકેલ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં પણ આ સ્થિતિ થશે.
આ સાથે , 28 ફેબ્રુઆરીના રોજ ટ્રાવેલ્સની બસો લાવવામાં આવશે નહીં.જો આવું થશે તો પેસેન્જરને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. જો એવું થાય છે તો રીંગરોડથી પેસેન્જર્સને જાતે જ રીગં રોડ પરથી વ્યવસ્થા કરવી પડશે.
સુરત શહેરમાં આજે ખાનગી બસ સંચાલકોએ મુસાફરોને પાટીયા પર ઉતારી દેતા મોટી સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી લક્ઝરી બસો મામલેલખેલા લેટર બાદ સુરતમાં ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. મુસાફરો આજે પીસાયા હતા. કુમાર કાનાણીએ ટ્રાફીને જોતા સવારે 7થી 10 સુધી વાહનો પ્રવેશ ના કરવાને લઈને ડીસીપીને પત્ર લખ્યો હતો. આ સાથે જાહેરનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
(સુરતની તસવીર)
