September 22, 2026
અપરાધગુજરાત

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

ગોમતીપુર સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન કરણ ઉર્ફે ભુરાએ તલવાર વડે કેક કટ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતાં જ તે વાયરલ થયો હતો.

બીજી તરફ શહેરમા કોરોનાને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાથી વાયરલ થયેલા વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી ગોમતીપુરના કુંડાળાવાળી ચાલીમાં રહેતા કરણ ઉર્ફે ભુરા પરમાર સહિત પ્રદીપ લક્ષ્‍મણભાઈ સોલંકી, રાજદીપ ઉર્ફે રોબિન મહેશભાઈ સોલંકી, સહયોગ પરમાર, સાગર ઉર્ફે બટકો પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો,પડોશીજ નીકળ્યો ખૂની

Ahmedabad Samay

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay

શુ તમે જાણો છે ગુજરાતના કયા રાજ્ય માંથી 97 નદીઓ વહેછે ? આવો જાણી 97 નદીઓ ક્યાં રાજ્ય માંથી વહે છે

Ahmedabad Samay

ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો