September 21, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેકિસનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેકિસન ઉત્પાદકોને અઢી કરોડ વેકિસન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેકિસન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેકિસન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેકિસનેશનનો શુભારંભ થઈ જશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેકિસનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેકિસન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેકિસનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેકિસનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.iઁ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને લ્પ્લ્માં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. વેકિસનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેકિસન લેવા માટે જાય. ગુજરાતમાં વેકિસનેશનની કામગીરી ખૂબ જ સુચારૂ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

Related posts

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો