September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો છે, 3320 કરોડની રકમ સાથે કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, એક જ દિવસે 100થી વધુ કેસોમાં સમાધાન થયું છે. ગુજરાત સહિત દેશભરમાં આજે ૨૦૨૬ના વર્ષની આજે પહેલી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક સુનિતા અગવાલ તેમ જ જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયભરની વિવિધ કોર્ટોમાં રાષ્ટ્રીય તાકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દિવાની દાવા, મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવનની તકરાર, વળતર, ટ્રાફિક ઈ ચલણ સહિતના આશરે ૬,૬૭,૮૫૮ કેસો સમાધાન માટે મૂકાયા હતા, જે પૈકી ૫,૭૭,૫૭૯ કેસોનો સુખદ નિકાલ કરી આશરે રૂ.૩૨૦૯.૮૦ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. રાજયમાં યોજાયેલી લોક અન્નાલાતોમાં પ્રિ-લીટીગેશન 8,21,2028 કેસોમાં રૂ.૧૧૬.૭૮ કરોડના એવોર્ડ થયા હતા. તો, ઈ-ચલણના કુલ ૬,૪૮,૩૭૫ કેસો પૂર્ણ થયેથી તે પેટે રૂ.૫૦.૪૮ કરોડની રકમ વસૂલી શકાઈ હતી. આ સિવાય રાજયની અદાલતોમાં પેન્ડીંગ દાંપત્યજીવનને લગતી ૩૪૪૦ તકરારોનો પણ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયો હતો.

દરમ્યાન થી કાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ રૂ.૨૦૩ કરોડથી વધુ રકમના રૂ.૧,૧૭,૦૫૭ કેસોનો નિકાલ કરાયો હતો. આ સિવાય પ્રિ-લીટીગેશન્સના ૨,૫૮,૭૯૨ કેસોનો નિકાલ કરી કુલ ૩,૭૫,૮૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ઘી કાંટા ફોજદારી કોર્ટમાં એક જ દિવસમાં ચેક રિટર્નના ૨૫ હજારથી વધુ કેસોનો નિકાલ કરી નવો રેકોર્ડ સ્થપાયો હતો. આ જ પ્રકારે પ્રિ લીટીગેશન્સના ૨.૫૮ લાખથી વધુ કેસોના નિકાલમાં ઇ-ચલણના ૧,૯૨,૦૦૦થી વધુ કેસોનો નિકાલ થયો હતો.

ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્માતના બે કેસોમા એક કરોડથી પણ વધુનું વળતર પીડિત પરિવારોને ચૂકવાયું હતું. તો અન્ય એક કેસમાં રૂ.૬૦ લાખ જેટલું માતબર વળતર ચુકવાયું હતું. સીટીસિવિલ કોર્ટની લોક અદાલતમાં કુલ રૂ.૨૨૫ કરોડથી વધુની રકમના કેસોનો નિકાલ કરાયો હતો.

Related posts

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, રાજ્યભરમાં છે વરસાદી માહોલ

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો