December 14, 2024
ગુજરાત

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

ઈસ્કોન બ્રિજના અકસ્માત બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. સ્પીડ ગન અને બ્રેથ એનલાઈઝરની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે. કેટલાકની પાસે દારુની બોટલો પણ મળી આવી છે.

ખાસ કરીને સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાનો મોડી રાત સુધી બેઠા રહે છે.

100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રોડ સેફ્ટી માટે બોડીવોર્ન કેમેરા, સ્પીડ ગન, બોડી વોર્ન કેમેરા, બ્રિથ એનલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેથી પુરતા પુરાવા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

તથ્ય કાંડની ઘટના બાદ ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છે ત્યારે અમદાવાદ શહેરના રોડને રેસિંગ કારની જેમ ચલાવતા યુવાનોને સબક શિખવવા માટે પોલીસ હવે એલર્ટ બની છે. જો કે, અગાઉ પણ સ્ટંટ કરતા વીડિયો સામે આવ્યા હતા ત્યારથી આ મામલે કડકાઈ વધારવાની વધુ જરુર હતી. જો કે, હવે પોલીસે શહેરમાં ડ્રાઈવ શરુ કરી છે. જેમાં રાત્રિ દરમિયાન આ ડ્રાઈવ સઘન રીતે ચલાવવામાં આવશે.

Related posts

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો