September 21, 2026
Other

સુરત જિલ્લા પલસાણા ચાર રસ્તા પાસેથી SOGએ 1.76 કરોડનો ગાંજો કબ્જે કર્યો,

સુરત જિલ્લા પલસાણા ચાર રસ્તા પાસેથી SOGએ 1.76 કરોડનો ગાંજો કબ્જે કર્યો, સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 2 આરોપી પકડાયા,આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય SOGએ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પલસાણા ચાર રસ્તા પાસેથી 1.76 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય ગાંજા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 321 કિલોથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લઈને કાયદો વ્યવસ્થા બાબતે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ SOG શાખાએ ગુનેગાર સાથે ડ્રગ્સ અને માદ્ક પ્રદાર્થ વેચાણ કરતા હોય કે મંગાવતા હોય તેવા ગુનેગાર પર કાર્યવાહી જણાવ્યું હતી. ચૂંટણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. SOG પી.આઈ. એલ.ડી. ઓડેદરા અને પી.એસ.આઈ. જે.કે. રાવની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ ટ્રક (નંબર MH-20-GC-1026)ને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટ્રકની બોડીમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 321.774 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 1,60,88,700/- રૂપિયા થાય છે. ગાંજા ઉપરાંત ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ 1,76,39,600/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સાહિલ રજાક પઠાણ અને અફરોઝ અય્યુબ પઠાણ (બંને રહે. જાલના, મહારાષ્ટ્ર) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જથ્થો વોન્ટેડ આરોપી અરબાઝ પઠાણના કહેવાથી ઓરિસ્સાના ભુવનેશ્વર (ખુર્દા) પાસેથી આલોક નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો પહેલા સુરતના સચિન વિસ્તારમાં આપવાનો હતો, પરંતુ બાદમાં સૂચના મળતા તેને વાસદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. સુરત ગ્રામ્ય SOGએ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોલીસની આ સફળતાથી ડ્રગ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

Related posts

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો