September 22, 2026
Other

પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ એક વખત ફરીથી હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી છે.

યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા કર્યા પછી હિન્દુ રક્ષા નિધિ સમર્પણ અભિયાન હેઠળ તેઓ લોકોને મળ્યા હતા. કહ્યુ હતુ કે, દેશની વસ્તી 140 કરોડ પર ભલે સ્થિર રહે પણ પરિવર્તન તે આવશે કે 10 વર્ષ પછી હિન્દુઓની વસ્તી 100 કરોડની જગ્યાએ 95 કરોડ થઈ જશે.

શા માટે એકથી વધુ કરવા સલાહ આપી.

પ્રવિણ તોગડીયા વધુમાં જણાવ્યુ હતુ કે,  85 કરોડ અને 50 વર્ષ પછી 45 કરોડ જ રહી જશે. 140 કરોડની વસ્તીમાં હિન્દુઓ માંડ 50 કરોડ રહી જશે. જ્યારે મુસ્લિમોની વસ્તી જે 20 કરોડ છે તે વધીને 50 કરોડ થશે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાન બનશે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નહીં કાનપુર હશે.

કેન્દ્ર સરકાર પાસે માંગણી કરતાં પ્રવીણ તોગડિયાએ કહ્યું કે વસ્તી નિયંત્રણ કાયદો વહેલી તકે લાવવો જોઈએ. કાયદો બન્યા બાદ જે પરિવાર બેથી વધુ બાળકો પેદા કરે તો તેને અન્ન આપવું જોઈએ નહીં. આવા પરિવારના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ, સરકારી હોસ્પિટલમાં સારવાર અને સરકારી નોકરી ન મળવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારે બને તેટલો વહેલો કાયદો લાગુ કરવો જોઈએ જેથી કરીને ભારતમાં હિન્દુઓ લઘુમતી ન બને.

New up 01

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો