September 28, 2026
ગુજરાતરાજકારણ

જીગ્નેશ મેવાણીને હજુ હવે ખબર પડી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે, આંદોલથી દારૂ બંધ થશે કે બંધ બારણે વહીવટ ?

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દારૂ અને ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ચલાવ્યું છે તે બંને પાર્ટી મળીને બંધ કરાવશે કે સરકાર સાથે બંધ બારણે સેટિંગમાં બેસસે, જો આંદોલન ચાલુ રહ્યું અને ગુજરાતમાં દારૂ બંધ થયું તો સાચો જનતાનો નેતા અને જો ન થયું અને બંધ બારણે સેટિંગ બેસી તો પાક્કો રાજકીય નેતા જે પોતાની પોલિટિકલ રોટલી શેકી જનતાને ગેર માર્ગે દોર્યા,

જીગ્નેશ મેવાણી એ એવો પોલિટિકલ રમત રમી મુદ્દો ઉઠાવ્યો છે જાણે તે રાજકીય પાર્ટીમાં જોડાયા બાદ અને તેના પહેલા તેમને ગુજરાતના દારૂના અડ્ડાઓ વિશે માહિતિજ નહતી અને અચાનકજ દારૂના અડ્ડાઓ ચાલુ થયા હોય,

તેમનાજ વિધાનસભા ક્ષેત્રમાં કેટલાય દારૂના અડ્ડા આના પહેલા ચાલતા હતા તો હમણાજ કેમ તેમને દારૂના અડ્ડા દેખાયા, પહેલીવાર જ્યાંરે MLA બન્યા ત્યારથી દારૂ બંધી કરવા પાછળ કેમ ના લાગી ગયા ? શું તેવો કોઈ શુભ મુહૂર્ત નો રાહ જોઈ રહ્યા, કે પછી કોઈ તેમની પાસે ફરિયાદ કરે પછી મુદ્દો ઉઠાવુ,

ઘણા સમય પહેલા જ્યારે નરોડા,કૃષ્ણનગર અને ગાંધીનગર પોલીસે અમદાવાદના છારાનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર કવાયત બોલાવી હતી બંધ કરાવવા માટે સખત વલણ અપનાવ્યો હતો ત્યારે આજ જીગ્નેશ મેવાણી તે દારૂના અડ્ડા ચલાવનાર ના તરફેણમાં ઉભા રહ્યા હતા અને પોલીસ અત્યાચારનો કરી રહી હતી અને આંદોલન કર્યું હતું લાગે છે છારાનગરના અડ્ડાઓ નો હપ્તો મેવાણીને પોહચતો હશે માટે તેમની તરફદારી કરવા તેમના સમર્થમાં ઉભા થયા હશે,

જીગ્નેશ મેવાણી હવે જો સાચા જનતાના નેતા હશે તો ગુજરાતમાં દારૂ બંધ થશે.

Related posts

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો