November 6, 2026
મોદી
ગુજરાત

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોને કારણે પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને મત આપ્યો

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોને લીધે રૂબરૂ મતદાન કરવાને બદલે પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાનો કિંમતી મત આપ્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રવિવારે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વમાં પોતાનો મત નોંધાવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા અગાઉથી જ વડાપ્રધાનના વ્યસ્ત શેડ્યૂલને કારણે પોસ્ટલ બેલેટ સિસ્ટમની માંગણી કરવામાં આવી હતી, કારણ કે તેઓ મતદાન માટે પોતાના હોમ સ્ટેટ ગુજરાત આવી શકે તેમ ન હતા. અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રોટોકોલ મુજબ આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વડાપ્રધાનનો પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચને પ્રાપ્ત પણ થઈ ગયો છે.

આ તમામ મતો આગામી ૨૮ એપ્રિલના રોજ મતગણતરી વખતે ખોલવામાં આવશે. લોકશાહીના આ પર્વમાં દેશના વડાપ્રધાને પણ પોતાની પવિત્ર ફરજ અદા કરીને તમામ નાગરિકોને ૧૦૦ ટકા મતદાન કરવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.

Related posts

અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ થયું પૂર્ણ

Ahmedabad Samay

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો