ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને દરેક શહેરના પોલીસ સ્ટાફ દ્વારા પણ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેવામાં જે લોકો આ ગાઇડલાઇનને હળવામાં લઇ રહ્યા છે તેઓએ સાવધાન થઇ જવાની જરૂર છે. પોલીસ ક્યાં ધાબે આવીને ચેક કરવાની છે તેવા વહેમમાં રહેલા લોકો સાવધાન થઇ જાય કે પોલીસ દ્વારા દરેક વિસ્તારનાં ઉંચા ધાબાઓ પર પોઇન્ટ બનાવવામાં આવશે.
ધાબાના પોઇન્ટ પર અલગ અલગ રસ્તાઓ પર પણ પોલીસ કર્મચારીઓ સતત વોચ રાખશે. કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યનાં તમામ પોલીસ અધિકારીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા કડક રીતે ગાઇડ લાઇનના પાલનનો આદેશ અપાયો છે.