August 20, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડા ઉપક્રમ કરવામાં આવ્યું

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સંચાલિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (KVMMP TRUST)રાયખડ, ખમાસા, અમદાવાદ, દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ફુલસ્કેપ ચોપડા વિતરણ ઉપક્રમને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ઉપક્રમ અંતર્ગત ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે કુલ ૬૦૦ ડઝન ફુલસ્કેપ ચોપડા અનુદાનિત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને માત્ર ₹150 પ્રતિ ડઝન ના દરે ચોપડા આપવામાં આવી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને વધુમાં વધુ 2 ડઝન ચોપડા આપવામાં આવી રહ્યા છે.

આ યોજના ધોરણ 6 પાસ અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે. ઉપક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ માત્ર શૈક્ષણિક સાધનોના અભાવે અટકી ન જાય.

સમાજના દાતાશ્રીઓ અને સહયોગીઓના સહકારથી આ સેવા કાર્ય શક્ય બન્યું છે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ચોપડા વિતરણ કાર્ય સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.

સમાજના તમામ બાંધવોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા તથા આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.

આ ઉપક્રમને સમાજમાં શિક્ષણ પ્રત્યેની જવાબદારી, એકતા અને સામાજિક સહકારનું સુંદર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે થયું અવસાન

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય,ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો