July 21, 2026
અપરાધ

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્‍લાદેશીઓ વિરુદ્ધ પોલીસ તંત્રએ સપાટો બોલાવ્‍યો છે, જેના ભાગરૂપે અમદાવાદ અને રાજકોટમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડા જેવા વિસ્‍તારોમાંથી ૨૯૧ શંકાસ્‍પદની અટકાયત કરી છે, જેમાંથી ૧૩૧ લોકો બાંગ્‍લાદેશી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે અને અન્‍ય ૧૬૦ લોકોના દસ્‍તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી છે. જેમાં ૧૩૧ બાંગ્‍લાદેશીઓની અલગ-અલગ વિસ્‍તારમાંથી અટકાયત કરીને તેમને ક્રાઈમ બ્રાન્‍ચ લાવવામાં આવ્‍યા છે. જેમાં ૨૯૧ લોકોની અટકાયત કરી હતી જેમાંથી ૧૩૧ બાંગ્‍લાદેશીઓની પૂછપરછ પૂર્ણ કરાઈ છે. તો અન્‍ય ૧૬૦ બાંગ્‍લાદેશીઓની હાલમાં પૂછપરછ ચાલુ છે, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને મીડિયાને વધુ માહિતી આપી શકે છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્‍પદ વિસ્‍તારોમાં પોલીસે તપાસ હાથધરી હતી અને ચેકિંગ કર્યુ હતુ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની અલગ-અલગ ટીમો દ્વારા આ ચેકિગની કામગીરી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન અંતર્ગત કસ્‍ટડીમાં લેવાયેલા તમામ ૧૦૦ શંકાસ્‍પદ લોકોને તાત્‍કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્‍ચની ઓફિસે લાવવામાં આવ્‍યા છે. અહીં તેમની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવા માટે તેમના રહેઠાણના પુરાવા અને ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જે લોકો પાસે સત્તાવાર ભારતીય નાગરિકતાના માન્‍ય દસ્‍તાવેજો નહીં મળી આવે, તેમની સામે કાયદાકીય કલમો હેઠળ કડક ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ પોલીસે મોડી રાત્રે બાંગ્‍લાદેશીઓની અટકાયત કરી હતી અને કુલ ૩૧ બાંગ્‍લાદેશીઓને પોલીસ સ્‍ટેશન લાવી તેમની પૂછપરછ કરી હતી, રાજકોટ અને રાજકોટ ગ્રામ્‍યમાં અલગ-અલગ જગ્‍યાએ બાંગ્‍લાદેશીઓ નોકરી કરી જીવન ગુજારી રહ્યાં હતા અને તેને લઈ પોલીસે અટકાયત કરી છે. કેટલા સમયથી રાજકોટમાં રહે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોકયુમેન્‍ટની ચકાસણી શરૂ કરી છે.

રાજકોટ પોલીસ દ્વારા મોડી રાત્રે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશી નાગરિકોને પકડી પાડવા માટે એક ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જુદા જુદા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં ચાલેલી આ સઘન ઝુંબેશ દરમિયાન ૩૧ જેટલા શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી કેટલાક પાસેથી એક કરતાં વધુ ઓળખપત્રો તેમજ ભારતીય સરનેમ ધરાવતા નકલી આધાર કાર્ડ પણ મળી આવ્‍યા છે. હાલમાં પોલીસ દ્વારા આ તમામ શંકાસ્‍પદોના દસ્‍તાવેજોની જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રહેતા લોકોને ડીપોર્ટ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Gujarat Police નું અલગ-અલગ જિલ્‍લામાં બાંગ્‍લાદેશીના ગેરકાયદેસર વસવાટને લઈ ઓપરશેન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન વધુ મજબૂત બનશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચ, એસઓજી ટીમ ખાસ આ પ્રકારની મુહિમ ચલાવી રહી છે, બાંગ્‍લાદેશની બોર્ડરથી ગુજરાતમાં એજન્‍ટો મારફતે રૂપિયા આપી પ્રવેશ કરતા હોય છે અને ગુજરાતમાં નોકરી કરતા હોય છે. ત્‍યારે રાજકોટ,ભાવનગર,અમદાવાદ,સુરત એસઓજી આ મામલે સખત કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં હજી ઘણા બાંગ્‍લાદેશીઓને ગુજરાતમાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરાશે.

Related posts

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલા મેકસન સર્કલની આજુ બાજુમાં આવેલી ફેકટરીઓને નિશાન બનાવીને તસ્કર ગેંગ ત્રાટકી હતી

Ahmedabad Samay

હવસખોર પ્રિન્સિપાલની બજરંગ દળ દ્વારા કરાઇ ધરપકડ, LC ના બદલે માતા પાસે કરી શારીરિક માંગણી

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો