July 22, 2026
અપરાધ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દ્વારા સીટીએમ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દ્વારા શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી લક્ષ્મણભાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો છે, જેને લઈ ચકચાર મચી છે.

એએમસીના ફૂડ વિભાગની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી લક્ષ્મણભાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી ‘રિધમ કાઉ ઘી’  અને ‘વચનામૃત કાઉ ઘી’ના નામે વેચાતું શંકાસ્પદ ઘી મોટા જથ્થામાં મળી આવ્યું હતું. તપાસકર્તા અધિકારીઓએ સ્થળ પરથી આશરે 3,250 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરીને તેને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં શુદ્ધ દેશી ઘીના નામે નકલી અને ભેળસેળયુક્ત પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની સતત ફરિયાદો મળતી હતી. જપ્ત કરવામાં આવેલા ઘીના નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જો આ ઘી હાનિકારક સાબિત થશે, તો સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એએમસીના ફૂડ સેફ્ટી ઓફિસરોએ આસપાસના અન્ય એકમોમાં પણ તપાસ શરૂ કરી છે, જેથી કરીને નકલી ખાદ્યપદાર્થોનું નેટવર્ક તોડી શકાય.

Related posts

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુંધરાની કરી ધરપકડ,

Ahmedabad Samay

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

ધોરણ ૦૮ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની દીકરી જયપુર થી અમદાવાદ આવતા થઇ ગુમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો