September 11, 2026
ગુજરાત

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેણાંક મિલકતોનો ગેરકાયદેસર રીતે વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તવાઈ બોલાવી હતી અને કુલ 4 એકમોને સીલ કરી દીધા છે.

ઘટનાની વિગત મુજબ, જોધપુર વોર્ડમાં આવેલી જોધપુર કુંજ સોસાયટીમાં લાંબા સમયથી રહેણાંક મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ અને પીજી ચલાવવામાં આવતા હતા. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી વારંવારની ફરિયાદો બાદ AMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવાનું જણાતા કોર્પોરેશન દ્વારા સંબંધિત માલિકોને અગાઉ ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હતી.

જોકે, ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ ગેરકાયદે પીજી એકમો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી ન હતી, જેને પગલે AMC ના અધિકારીઓએ કડક કાર્યવાહી કરી હતી. આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોલીસ સુરક્ષા સાથે સ્થળ પર પહોંચીને તમામ 4 એકમોને સીલ કરી દીધા હતા.

આ કાર્યવાહીથી ગેરકાયદે રીતે પીજી ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. AMC દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચલાવનાર કે નિયમનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. સેટેલાઈટ અને જોધપુર વિસ્તારના સ્થાનિક રહીશોએ AMC ના આ પગલાને આવકારીને ત્વરિત કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.

Related posts

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

નવા નરોડા ખાતે આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે નવરાત્રી અને દશેરા નિમિતે પૂજા રચનાનું સુંદર આયોજન કરાયું

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો