August 15, 2026
ગુજરાત

રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારીઓ

ભારતીય રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે દેશવાસીઓમાં સર્વવ્યાપી સ્નેહ, આદર અને સમર્પણની ભાવના રહેલી છે. પરંતુ, રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારી છે.

૨ાત-દિવસ ધ્વજ ફરકાવવાની છૂટ: ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ર૦૦રમાં વર્ષ ર૦રરમાં સુધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર જનતાના કોઈ સભ્યના ઘર પર પ્રદર્શિત થાય છે, ત્યાં તેને દિવસ અને રાત ફરકાવી શકાય છે, તેવી કલમ ઉમેરવામાં આવી હતી.

આકાર અને ગુણોત્તર:
રાષ્ટ્રીય ધ્વજ આકારમાં લંબચોરસ હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ૩:ર હોવો જોઈએ.

સન્માનજનક સ્થાન:
જ્યારે પણ રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત થાય, ત્યારે તે સન્માનજનક સ્થાન ધરાવતો હોવો જોઈએ અને સ્પષ્ટ રીતે મૂકાયેલો હોવો જોઈએ.ક્ષતિગ્રસ્ત ધ્વજ પર

પ્રતિબંધ: ક્ષતિગ્રસ્ત, અસ્તવ્યસ્ત, કરચલીવાળો કે મેલો ધ્વજ પ્રદર્શિત કરવો જોઈએ નહીં.એક જ સ્તંભ પર અન્ય ધ્વજ ન રાખવો,ધ્વજને એક જ સ્તંભ કે કાઠી પરથી અન્ય કોઈ ધ્વજ કે ધ્વજો સાથે એકસાથે ફરકાવવો જોઈએ નહીં.

વાહનો પર ધ્વજ લગાડવાની મર્યાદા: ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨ માં ઉલ્લેખિત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે જેવા મહાનુભાવો સિવાયના કોઈ પણ વાહન પર ધ્વજ ફરકાવવો જોઈએ નહીં.

અન્ય પતાકા કે ધ્વજનું સ્થાન: રાષ્ટ્રીય ધ્વજની ઉપર, તેની ઊંચાઈએ અથવા તેની બાજુમાં અન્ય કોઈ ધ્વજ કે પતાકા મૂકવા જોઈએ નહીં.
રાષ્ટ્રીય ધ્વજના સન્માન અને માર્ગદર્શિકા અંગેની વધુ વિગતવાર માહિતી માટે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧’ અને ‘ભારતના ફ્લેગ કોડ, ર00ર’ ગૃહ મંત્રાલયની અધિકૃત વેબસાઈટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.

Related posts

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો