અનલોક -૦૫ ગાઈડલાઈન અંતર્ગત દેશમાં હવે 15 ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સ્કૂલો કોલેજોને ઓપન કરવાની મંજૂરી આપી છે. સ્કૂલો રિઓપન દરમિયાન સ્કૂલ, ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ બેઝ સિચ્યુએશન મુજબ અને અભ્યાસક્રમ મુજબ ફોલો કરવાનું રહેશે. જેમાં નવી ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં અભ્યાસ કરાવવાનો રહેશે. કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સાથે સ્કૂલો ઓપન કરવાની નવી માર્ગદર્શિકા આવી શકે છે. સ્કૂલોમાં સેનેટાઈઝીંગ સહિતની કામગીરી સાથે હવે સ્કૂલોનો આરંભ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ બધી બાબત માટે રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. રૂપાણી સરકાર કેવી રીતે સ્કૂલો ચાલુ કરે છે તે હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
અનલોક ૦૫ માં કેન્દ્ર સરકારે શાળા કોલેજો સહિત મોટા ભાગની તમામ બાબતો પર રોક હટાવી દીધી છે. પરંતુ તેની ક્ષમતા મુજબ રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. અર્થાત ટૂંક સમયમાં જ હવે સ્કૂલો, કોલેજો ચાલુ કરવા બાબતે રાજ્ય સરકારો અલગથી નિર્ણય લેશે. પરંતુ હાલમાં ૧૫ ઓક્ટોબરથી કેન્દ્રીય શાળા કોલેજો ચાલુ થવા જઈ શકે છે. જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તો તેને ફિઝીકલી હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં.