August 23, 2026
દેશ

સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા

હાલની સીઝનમાં વેપારીઓને ગોળનો સારો ભાવ મળી રહ્યો છે. સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા છે. મુંબઈમાં બુધવારે ૫૯૮ ક્‍વિન્‍ટલ ગોળની આવક થઈ હતી. ઓછામાં ઓછો ભાવ ૫૨૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ અને વધુમાં વધુ ભાવ ૬૮૦૦ પ્રતિ ક્‍વિન્‍ટલ રહ્યો હતો. આમ એવરેજ ભાવ ૬૦૦૦ રૂપિયા પ્રતિ ક્‍વિન્‍ટલ રહ્યો હતો.

હાલ ગુજરાતના વેપારીઓના કોલ્‍ડ સ્‍ટોરેજમાં સ્‍ટોક ઓછો છે. વળી તહેવારોની સીઝન આવી રહી હોવાથી માગણીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. બુધવારે કોલ્‍હાપુર એગ્રિકલ્‍ચરલ પ્રોડ્‍યુસ માર્કેટ કમિટી (APMC)માં ગોળને એવરેજ કિવન્‍ટલ દીઠ (૧૦૦ કિલો દીઠ) ૬૫૦૦ રૂપિયાનો ભાવ મળ્‍યો હતો. આવનારા દિવસોમાં હજી ભાવ વધશે એવી શક્‍યતા વેપારીઓએ દર્શાવી છે. કોલ્‍હાપુરમાં ગોળ તૈયાર કરનારાં યુનિટો હાલમાં ઓછું ઉત્‍પાદન કરી રહ્યાં છે, એનું પરિણામ પણ ગોળના ભાવ પર જોવા મળ્‍યું છે. હોલસેલ માર્કેટમાં હાલ ૬૫૦૦થી ૭૦૦૦ પ્રતિ ક્‍વિન્‍ટલ ગોળ વેચાઈ રહ્યો છે. છેલ્‍લા ચાર દિવસમાં જ પ્રતિ ક્‍વિન્‍ટલમાં ૧૨૦૦ રૂપિયાનો ભાવવધારો થયો છે. કોલ્‍હાપુર જિલ્‍લામાં ગોળનું ઉત્‍પાદન ઓછું થઈ રહ્યું હોવાથી હાલ દર એકાંતરે ગોળના સોદા પાર પાડવામાં આવી રહ્યા છે

Related posts

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

મમતા બેનર્જી  અને ભાજપના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન ગાંગુલી બંગાળના રાજ્યપાલને મળ્યા

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાશીનો નજારો બદલાઈ ગયો હતો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો