July 4, 2026
ફૂડ ફોર યુ

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

લોકડાઉન સમયે બહારની તમામ ખાણી પીણી ની દુકાનો બંધ છે તેવામાં આપ ને ચાઈનીઝ ખૂબ યાદ આવતી હશે માટે શેફ રાજેશ ઠાકોર આપના માટે લાવ્યા છે ” ચાઇનીઝ સ્પ્રિંગ રોલ”

ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

સામગ્રી: સીમલા,ગાજર,લીલી ડુંગળી, કોબીજ, સૂકી ડુંગળી,લસણ, મીઠું, મરી પાઉડર,સોયાસોસ, રેડ અથવા ગ્રીનસોસ,ચીલીફલેક્સ, તેલ, મેંદો,નુડલ્સ,

રીત: પહેલા મેંદા ને રોટલીના લોટ જેવો બાંધી ને કપડું ઢાંકીને મૂકી દો. પછી પાણી મૂકી ઉકળે એટલે તેમાં જરાક મીઠું, તેલ,નુડલ્સ નાખી બફાઈ જાય ત્યારે ચારણી માં નીકળી ઠંડુ પાણી નાખી ધોઈ લો.પછી ગાજર,સીમલા,સૂકી ડુંગળી, કોબીજ ને પાતળી ચીરીયો કરી લો. લીલી ડુંગળી ને ઝીણી સમારી લો.લસણ ને બારીક કરી લો. હવે કડાઈ માં તેલ લઇ ડુંગળીનાખી ૧-૨ મિનિટ પછી લસણ, ગાજર,સીમલા,કોબીજ,નાખી સાંતળો પછી લીલી ડુંગળી, જરૂર મુજબ રેડ/ગ્રીનસોસ,સોયાસોસ, મીઠું, મરી પાઉડર,અને નુડલ્સ નાખીને બરાબર મિક્ષ કરી ઠંડુ થવા દો.હવે મેંદાની નાની પાતળી રોટલી બનાવી તેમાં બનાવેલું નુડલ્સ શાકભાજી નું પુરણ રોટલી ના એક છેડે મૂકી રોટલી ની બે બાજુ થોડી વાળી લઈ રોલ બનાવો છેલ્લે થોડું પાણી લગાવી છેડાને ચોંટાડી લો.રોલ ને બદામી રંગ થાય ત્યા સુધી તળી લો.આમ તૈયાર છે ગરમા ગરમ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(રોલ ને સેઝવન સોસ,કેચપ સાથે સ્વાદિષ્ટ લાગે છે)

Related posts

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

Weight Loss Foods: આ પીળા ખોરાકમાં વજન ઘટાડવાની શક્તિ હોય છે, પેટની ચરબી સરળતાથી ઓગળે છે

Ahmedabad Samay

પનીર સ્પેશિયલ “બેસન પનીર ચીલ્લા”

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

જાણો ફળ ખાવાના સાચા નિયમો, નહીં તો પેટમાં થશે એવી ગડબડ કે નીકળી જશે જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો