લોકો સાથે અલગ અલગ પ્રકારની છેતરપિંડી તેમને વિશ્વાસમાં લઈને કરવામાં આવી રહી છે. ફરીયાદી પાસેથી 4 લાખ 71 હજાર તેમજ અન્ય શાહેદો પાસેથી પણ 19 લાખ 49 હજાર 429 રુપિયા છેતરપિંડી નિલ પટેલે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદમાં લોકો સાથે મિત્રતા કેળવી છેતરપિંડી કરતો શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે. ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસે આરોપી નિલ પટેલને ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં તેને 19.49 લાખની છેતરપિંડી લોકો સાથે કરી હોવાનું સામે આવ્યું છે. માણેકબાગમાં રહેતા ફરીયાદી સાથે ઠગાઈ કેસમાં ધરપકડ કર્યા બાદ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
ઠગ નીલ પટેલે પોતાની કંપનીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવા મામલે અલગ અલગ લોકો પાસેથી બેંકિગ અને ફાયનાન્સિયલ એપને લગતી વિગતો મેળવી હતી. 19.49 લાખ જેટલી છેતરપિંડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અમેરીકામાં એક કંપનીનો માલિક હોવાનું કહીને લોકોને ઈમ્પ્રેસ કરતો હતો. લોકો સાથે છેતરપિંડી આચરીને ફરાર પણ થઈ જતો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર તેના માતા પિતા વિદેશમાં સ્થાયી છે. પોતે મિકેનિકલ એન્જિનિયર છે અને તેની ધઘરપક ડ કરીને 2 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.