જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે સેના દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યું છે. પુલવામાનાં આઈનગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ સેન્ટ્રો કારમાં આઈઈડીને લઇને જઇ રહેલાને ઝડપી લીધા છે. જે વાહનમાં આ આઈઈડી મળી છે તે નંબર પ્લેટ પર કઠુઆનો નંબર લખેલો છે.
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાનાં કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અહીં પુલવામા નજીક સેન્ટ્રો કારમાં આઈઈડી પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેને સમયસર ઓળખી લેવામાં આવ્યો. બોમ્બ ડિસ્પોઝલની ટુકડીએ આ બોમ્બને સમયસર નિષ્ફળ બનાવ્યો હતો. પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી હોવાનું શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલની ટુકડી બોલાવવામાં આવી અને આખરે આ આઈઈડી બ્લાસ્ટને ટાળી દેવામાં આવ્યો.સેના દ્વારા પુલવામાં ૨.૦ ને નિષ્ફળ કરવામાં મોટી સફળતા મળી છે.