કોરોના ને લઈ નવા નવા પરિકક્ષણ કરવામાં આવે છે જ્યારે નિષ્ણાંતોના મતે વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં દસ્તક આપી હતી ત્યારે એવો વૈજ્ઞાનિક અનુમાન હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ ૩૫ ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં સરેરાશ ૪૨ ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.
લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર ૫૬ ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ ૭૦ ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે ૧૫ જૂન બાદ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે છે.