અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે બંધ કરાયો છે. માત્ર અત્યારે નાના વાહનો જ બ્રિજ પાર કરી શકસે. ભારે વાહનોની અવર જવર ન થાય તે માટે ટ્રાફિક પોલીસકર્મી પણ અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે. જર્જરીત બ્રિજને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે આખરે આ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે. એક વર્ષથી આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં નહોંતું આવ્યું. ત્યારે આખરે રીપેરિંગ માટે આ બ્રિજને હાલ પુરતો બંધ કરવામાં આવ્યો છે.
બે મહિના સુધી શાસ્ત્રી બ્રિજ પરથી માત્ર ટુ વ્હીલર, રિક્ષા, નાના વાહનો પસાર થઈ શકશે. મોટા લોડીંગ ટેમ્પો, મીની બસો, માલ-સામાન ભરેલી મોટી ગાડીઓ સહિતના ભારે વાહનો જઈ શકશે નહીં.
સરખેજથી વિશાલા ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તા અને નારોલ સર્કલ તરફ આવતા વાહનો સરખેજથી બાકરોલ સર્કલ તરફ નીકળીને સરદાર પટેલ રીંગ રોડથી કમોડ સર્કલ તરફ અને પીરાણા ચાર રસ્તા અને કમોડ સર્કલથી અસલાલી સર્કલ થઈને નારોલ સર્કલ તરફ જઈ શકે છે.
10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે. ગાડબા પણ જોવા મળી રહ્યા છે. અગાઉ આ બ્રિજના રીપેરીંગ માટે સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર દરખાસ્ત પણ મુકાઈ હતી જે અગાઉ મંજૂર નહોતી થઈ ત્યારે હવે આ બ્રિજનું રીપેરીંગ કામ કરાશે.